કારણ કે...કાલ કોણે જોઈ છે....‼‼

સંસ્કારી યુવાનો અને યુવતીઓ એ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી...
(પણ જે લોકો માં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે)

આજ નો યુવાન બુઢ્ઢો છે ...!!!
બુદ્ધિ નો બુઠ્ઠો છે..!!!

માનવા માં નથી આવતું.? સવારે મોડું ઉઠવાનું ...
ઉઠતા વેંત જ હાથ માં બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે whats app માં ચોવટ કરવાની ...

ન દાંત સાફ કરવા ,
ન નહાવા જવું,
ન માતા પિતા સાથે વાત કરવી ...

અને આખો સમય મન માં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે તું તો નથી જ ..તું તો ડોબો જ છે ...નથી તને દેશ- દુનિયા ની ખબર  કે નથી પારિવારીક સમ્બંધો ની ખબર... તું શાનો સ્માર્ટ છે બકા..❓

અલ્યા મૂરખા , કાન માં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાન થી નહિ... દિમાગ થી પણ  તું બેરો થઇ ગયો છે ....‼

અલ્યા આખો દાડો મોબાઈલ માં ડાચું નાખી શું જોયા કરે છે....‼

તારા માબાપ સામે તો જો કોઈ વાર, બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવા માં ખર્ચી નાખી..‼

અલ્યા ડફોળ તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો .

તારી મા..જેણેજુવાની માં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા..‼

તું જેને પછાત સમજે છે તે તારા માબાપ સમય આવે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો... માબાપ એ પણ શીખી લેશે...‼

પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય.. એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે...‼

તારા માબાપ નો ફોન ભલે સ્માર્ટ નહિ હોય પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે...‼

અને તારો ફોન સ્માર્ટ છે..પણ તું સ્માર્ટ નથી એટલે બકા તોફાન કરવા રે’વા દે અને છાનોમાનો માબાપ કહે એમ કર..‼

વાતવાતમાં  માબાપ ને ઉતારી પાડવા થી તું ઉંચો નહિ આવે ભઈલા..‼

ઘરના દરવાજા ની બહારની દુનિયા તારી નિશાળના માસ્તર થી પણ વધુ ખરાબ છે...‼

ઘર માં જે સગવડો મળે છે એના માટે મા બાપ નો આભાર માન..,કારણ કે  તને તારી લાયકાત થી વધારે તેઓ સુખ આપે છે...‼

અલ્યા ડફોળ, જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહી નું પાણી કરે છે..❓

તને જનમ આપ્યા ની સજા પળે પળે તું એમને આપે છે...‼

બકા કોઈ પણ મા બાપ ને કારમી સજા કરવી હોય તો   એક જ રીત છે મા બાપ ની ઈચ્છા વિરુદ્ધ જવું....‼

ભઈલા...,મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતો ને પણ માની જશે પણ એની આંતરડી અંદરથી બળતી રહેશે .........‼‼

જન્મદાતા , અન્નદાતા, જીવનદાતા ને દુભાવનાર અને નમક હરામી કરનાર કોઈ દિ ઠરતો નથી..‼

બકા જા અને તારા સ્માર્ટ ફોને ને બાજુ માં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર.....‼

કારણ કે...કાલ કોણે જોઈ છે....‼‼

Copy@Whatsapp

Comments

Popular posts from this blog

ना हिंदू बुरा है ना मुसलमान बुरा है जिसका किरदार बुरा है वो इन्सान बुरा है. .

आप दिमाग से पैदल हैं

क्या वाल्मीकि जी मेहतर/भंगी थे?