ઈન્ટરનેટ – એક આવક ની દુનિયા
ઈન્ટરનેટ માત્ર માહિતી નો ખજાનો જ નહિ પણ opportunities (તકો) નો પણ ખજાનો છે. શું તમે જાણો છો કે આપના દેશ માં ચાલતી લગભગ ૮૦% આઈ ટી કંપનીઓ ઈન્ટરનેટ પર જ નભે છે? Outsourcing નું નામ તો સાભળ્યું જ હશે ને? તમને અચાનક ખબર પડે કે તમારી આજુ બાજુ ની બિલ્ડીંગ માં ક્યાંક આવી જ કોઈ આઈ ટી કંપની ચાલે છે તો સરપ્રાઈઝ ના થતા. જો આ લોકો ઈન્ટરનેટ પર આખે આખી કંપનીઓ ચલાવી સકતા હોય તો શું આપણે એક નાનકડી આવક પણ ઉભી ના કરી શકીએ? જરૂર કરી શકીએ. હકીકત માં તો ઘણા લોકો શરૂઆત કરે પણ છે પરંતુ કાં તો કોઈ લોભામણી જાહેરાત માં ફસાઈ ને પૈસા ગુમાવે છે ને કાં કોઈ સાચો માર્ગ ના મળતા થાકી ને હાર માની લે છે. આવા લોકો એવું પણ માનવા લાગે છે કે ઈન્ટરનેટ પર પૈસા કમાવા સહેલા નથી અથવા આ ફ્રોડ લોકો નુજ કામ છે. પણ એવું નથી. ફ્રોડ સ્કીમ માં ફસાવા પાછળ ક્યાંક ને ક્યાંક આપની લાલચ, રાતો રાત અમીર થવા ની ઘેલછા પણ જવાબદાર હોય છે. જો થોડી સમજદારી અને સામાન્ય બુદ્ધિ થી આગળ વધીએ તો આવી છેતરામણી જાહેરાતો થી અવસ્ય બચી શકાઈ છે. તો ચાલો મિત્રો, આપણે સાથે મળી ને આજ થી આ ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન બીઝનેસ ની દુનિયા માં જંપ લાવીએ અને એક...