ઈન્ટરનેટ – એક આવક ની દુનિયા

ઈન્ટરનેટ માત્ર માહિતી નો ખજાનો જ નહિ પણ opportunities (તકો) નો પણ ખજાનો છે.
શું તમે જાણો છો કે આપના દેશ માં ચાલતી લગભગ ૮૦% આઈ ટી કંપનીઓ ઈન્ટરનેટ પર જ નભે છે? Outsourcing નું નામ તો સાભળ્યું જ હશે ને? તમને અચાનક ખબર પડે કે તમારી આજુ બાજુ ની બિલ્ડીંગ માં ક્યાંક આવી જ કોઈ આઈ ટી કંપની ચાલે છે તો સરપ્રાઈઝ ના થતા. જો આ લોકો ઈન્ટરનેટ પર આખે આખી કંપનીઓ ચલાવી સકતા હોય તો શું આપણે  એક નાનકડી આવક પણ ઉભી ના કરી શકીએ? જરૂર કરી શકીએ.
હકીકત માં તો ઘણા લોકો શરૂઆત કરે પણ છે પરંતુ કાં તો કોઈ લોભામણી જાહેરાત માં ફસાઈ ને પૈસા ગુમાવે છે ને  કાં કોઈ સાચો માર્ગ ના મળતા થાકી ને હાર માની લે છે. આવા લોકો એવું પણ માનવા લાગે છે કે ઈન્ટરનેટ પર પૈસા કમાવા સહેલા નથી અથવા આ ફ્રોડ લોકો નુજ કામ છે. પણ એવું નથી. ફ્રોડ સ્કીમ માં ફસાવા પાછળ ક્યાંક ને ક્યાંક આપની લાલચ, રાતો રાત અમીર થવા ની ઘેલછા પણ જવાબદાર હોય છે. જો થોડી સમજદારી અને સામાન્ય બુદ્ધિ થી આગળ વધીએ તો આવી છેતરામણી જાહેરાતો થી અવસ્ય બચી શકાઈ છે.
તો ચાલો મિત્રો, આપણે સાથે મળી ને આજ થી આ ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન બીઝનેસ ની દુનિયા માં જંપ લાવીએ અને એક પછી એક opportunity (તક) ને શોધવાનું, સમજવાનું અને અમલ માં મુકવાનું શરું કરીએ. જો આપણે સાથે મળી ને આગળ વધીશું તો મને વિશ્વાસ છે કે આપણે જરૂર સફળ થઈશું.
તો ચાલો સૌ પ્રથમ તમને મોટા ભાગે ચાલતા અને આસાની થી શરું કરી શકાતા કામો ની યાદી આપી દઉં.

૧. Freelance (હરકોઈ ક્ષેત્રમાં છૂટક કામ કરીને કમાવું )

આ એક એવી તક છે જે તમને તમારી આવડત પ્રમાણે અને અનુકુળ સમયે કામ કરવાની છૂટ આપે છે. દા. ત. જો તમારું english (અંગ્રેજી) ખુબજ સારું હોય તો તમે કન્ટેન્ટ રાઈટર બની ને પૈસા કમાઈ શકો છો. જો તમને ગ્રાફિક્સ ડિઝાઇન (ફોટોશોપ) આવડતું હોય તો તમે એ કામ પણ કરી શકો છો. જો તમે વેબ ડેવલપર કે વેબ ડિઝાઇનર હોય તો એજ કામ ઘરે બેસી ને Freelancer તરીકે કરી ને પૈસા કમાઈ શકો છો. આ લાઈન માં તકો અસંખ્ય  છે (Only your skill is the limit).

૨. Advertising (જાહેરાત કરીને કમાણી કરવી)

આ ક્ષેત્ર ને સમજવા માટે અપને ન્યુઝ પેપર નું ઉદાહરણ લઇ શકીએ. જો તમારી પાસે એવી વેબસાઈટ હોય કે જેની દરરોજ  સો અથવા હજારો લોકો મુલાકાત લેતા હોય તો તમે તમારી વેબસાઈટ પર બીજા લોકો ને જાહેરાત કરવા દઈ ને કમાણી કરી શકો છો. અને હા, જો તમારી વેબસાઈટ નવી હોય અને ટ્રાફિક (વેબસાઈટ વિઝીટર્સ ની સંખ્યા) ઓછો હોય તો અમુક ચોકસ પ્રક્રિયા દ્વારા આ ટ્રાફિક વધારી પણ શકાઈ છે જેને ઈન્ટરનેટ ની ભાષા માં SEO (Search Engine Optimization ) કહે છે. જાહેરાત એ એક ખુબજ વિશાળ ક્ષેત્ર છે જેનો ઉપયોગ આજે લગભગ દરેક વેબસાઈટ કરતી જ હોય છે, અને તમે પણ કરી શકો છો.

૩. Online Selling (ઓનલાઈન વસ્તુ વેચવી)

ચિંતા ના કરો, હું કોઈ ભૌતિક કે હાર્ડવેર વસ્તુ વેચવાની વાત નથી કરી રહ્યો, હું તો અહી એવી વસ્તુ ની વાત કરી રહ્યો છું જે ઘરે બેઠા ઈન્ટરનેટ પર આરામ થી વેંચી શકીએ, દા. ત. ઈ-બૂક, પ્રોગ્રામ્સ, સોફ્ટવેર, વીડિઓ ટ્યુટોરિઅલ્સ જેવી Information Products. જો તમે કોઈ એક ક્ષેત્ર માં માસ્ટર હોય અને બીજા લોકો ને શીખવી શકો તેમ હોય તો તેના પર ઈ-બૂક કે વીડિઓ ટ્યુટોરિઅલ તૈયાર કરી ને વેંચી શકો છો. અહી બધી એવી વસ્તુઓ વેંચાય છે કે જે એક જ વખત બનાવવી પડે છે અને વારંવાર વેંચી સકાય છે, અહી દરેક વસ્તુ માટે બનાવવાનો ખર્ચ નથી લાગતો. દા. ત. જો તમે કોઈ એક વિષય પર ઈ-બૂક બનાવો તો એ માત્ર એક જ વાર બનાવવા ની અને એની કોપીઓ વેંચ્યા કરવાની, નાં બીજી વાર બનાવવા નો  ખર્ચ કે ના બૂક પ્રિન્ટ કરવાનો ખર્ચ. ઘણા લોકો તો માસિક ફી લઈને ઓનલાઈન કોચિંગ કલાસીસ પણ ચલાવે છે. ખરેખર તો ઓનલાઈન કોચિંગ કલાસીસ નું ભવિષ્ય ખુબજ ઉજળું છે. કારણ માત્ર એટલુજ કે આ રીતે એક સાથ હજારો લાખો વિદ્યાર્થીઓ ને તમે એક સાથે એકલા ભણાવી શકો છો અને વિદ્યાર્થીઓ તેના અનુકુળ સમયે ભણી શકે છે. વિદ્યાર્થીઓ ની સંખ્યા વધતી હોવાથી તમે ફી પણ એવી રાખી શકો કે જે દરેક વિદ્યાર્થી ને પરવડે. આ બધું આપના સામાન્ય કોચિંગ ક્લાસ માં શક્ય નથી.

૪. Affiliate Marketing (સંલગ્ન માર્કેટીંગ)

આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં જો તમારા માં આવડત હોય અને તમારું નસીબ જોર કરી જાય તો ખુબજ ઓછા સમય માં અઢળક રૂપિયો બનાવી સકાય છે. અહી કરવાનું માત્ર એટલુજ કે જે લોકો ઉપર ના ત્રીજા પોઈન્ટ માં બતાવ્યા પ્રમાણે બીઝનેસ કરે છે એમને મદદ કરવી. એમની વસ્તુ વેચાવી ને કમીશન  કમાવું. ભલે આપણા માર્કેટ માં ૫-૧૫% કમિસન ચાલતું હોય પણ અહી એવું નથી, અહી તો ૫૦ થી લઇ ને ૭૫% સુધી કમીશન મળે છે. શા માટે? કારણ કે જેમ મેં ઉપર ત્રીજા પોઈન્ટ માં કહ્યું તેમ બનાવવાનો ખર્ચ એક વાર જ લાગે છે અને પછી ફક્ત વેંચ્યા જ કરવાનું. અને જો આ વેંચવાનું મેઈન કામ જ તમે કરો તો તગડું કમીશન પણ તમને જ મળવું રહ્યું ને? પણ આ દેખાય તેટલું સહેલું નથી, અહી પણ આપણી જેમ જ ખુબજ હરીફાઈ છે. જો તમારા માં આ હરીફાઈ કાપી સકે તેવી ઈન્ટરનેટ માર્કેટિંગ અને સેલિંગ સ્કીલ હોય તોજ તમે ધીમે ધીમે આ ક્ષેત્ર માં સફળતા તરફ કુંચ કરી શકો.
તો મિત્રો આ હતા ઈન્ટરનેટ પર સૌથી વધુ ચાલતા બીઝનેસ ના પ્રકારો. અહી ફક્ત ઉપર ઉપર ની માહિતી આપી છે તમને માહિતગાર કરવા માટે. 
ધીમે ધીમે આપણે આ દરેક ક્ષેત્ર ના મૂળ સુધી જઈને જોઈશું અને ઓનલાઈન બીઝનેસ કરતા શીખીસું પરંતુ જો તમે ઇચ્છુક હોવ તો જ, તો આ લેખ પર કોમેન્ટ કરી ને અમને જણાવો તમારો પ્રતિભાવ.

Comments

Popular posts from this blog

ना हिंदू बुरा है ना मुसलमान बुरा है जिसका किरदार बुरा है वो इन्सान बुरा है. .

क्या वाल्मीकि जी मेहतर/भंगी थे?

हर चमार महापंडित है सूर्यवंशी हैं