જાણો વિવાદિત બાબરી મસ્જિદનો ઇતિહાસ એક ક્લિક પર

6 ડિસેમ્બર
આજે બાબરી ધ્વંસની 21મી વરસી છે. આ વિવાદિત ધ્વંસ પછી આખા દેશમાં રમખાણો ફાટી નિકડ્યા હતા તો જાણીએ બાબરી મસ્જિદના નિર્માણથી તેની ધ્વંસ સુધીની તવારીખો અને ઘટના ક્રમ
ઇતિહાસના પાના ફેરવીને જોઇએ ખ્યાલ આવશે કે મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી ખાને 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાંખ્યો હતો. 
કેટલાક લોકોનો કહેવું છે કે મીર બાકીએ ત્યાં પહેલાં એક મંદિર હતું જેને તોડીને મસ્જિદ બનાવી હતી. ઉપલબ્ધ રેકોર્ડ પ્રમાણે 1853માં આ જગ્યાને લઇને પહેલી વખત હુલ્લડો થયા હતા અને 1885માં મહંત રધુવર દાસે ફેજાબદ જિલ્લાની કાર્ટમાં અપીલ દાખલ કરી હતી. 
આ અપીલના ભાગ રૂપે જિલ્લા જજે એવું નિર્ણય આપ્યો હતો કે
આ મસ્જિદનિં નિર્માણ 356 વર્ષ પહેલાં થઇ ચુક્યું છે એટલે 
આ વિષય ઉપર કોઇ નિર્ણય કરવો યોગ્ય નહી કહેવાય. 
ભારત આઝાદ થયું પછી પહેલી વખત રામ-જન્મભૂમિ કે બાબરી મસ્જિદ એવો વિવાદ 
21 ડિસેમ્બરે 1949ની રાત્રે થયો હતો અને આજ તારીખે રાત્રે એ જગ્યા ઉપર રામની મૂર્તિ પ્રગટ થઇ હતી એવું કહેવામાં આવ્યું હતું. (લોકો કહે છે)
આ મુદ્દાને લઇને અયોધ્યા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવ હતી. 
એ રાત્રીના દિવસે એવું બન્યું કે ત્યાં કોઇ દિવ્ય પ્રકાશ પ્રગટ થયો હતો એવું કેટલાક લોકોનું કહેવું છે 
તો કેટલાક તો ભગવાનની જન્મભૂમિ તરીકે ઓળખાવે છે. 
આ પ્રકારની વાતોના કારણે એક પ્રકાની ગરમા ગરમી વધતાં આ જગ્યા ઉપર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.
1853
પહેલીવાર 1853માં અંગ્રેજોના શાસનકાળમાં આ મુદ્દા ઉપર કોમી હુલ્લડો થયા હતા. 
ત્યાર બાદ 1859માં બ્રિટિશ સરકારે વિવાદીત જગ્યા પર વાડ લગાવી દીધી હતી 
અને પરિસરની અંદરના ભાગમાં મુસલમાનો અને બહારના ભાગમાં હિંદુઓને પૂજાપાઠ ની મંજૂરી આપી હતી.
1949
1949 માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોએ આ સ્થાન ઉપર પોતાનો હક દર્શાવતા કેસ કોર્ટમાં દાખલ કર્યા હતા. ફૈઝાબાદ જિલ્લાધીશે આ જગ્યાને વિવાદીત ઘોષિત કરી હતી. સાથે તેને તાળા લગાવાનો આદેશ આપ્યો હતો.
 1950
16 જાન્યુઆરી, 1950ના રોજ ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદની જિલ્લા કોર્ટમાં હિંદુઓને તેમના ભગવાનના દર્શન અને પૂજાનો અધિકાર આપવા માટેની અરજી દાખલ કરી હતી.
 1950
ત્યાર બાદ બાબરી મસ્જિદ પક્ષના લોકોએ 21 ફેબ્રુઆરી, 1950ના રોજ કોર્ટમાં અપીલની માગણી કરી. 
તેમનું કહેવું હતું કે 1528માં મસ્જિદ બાબરના સેનાપતિ મીર બાંકીએ બનાવી હતી, માટે મસ્જિદ તેમને સોંપી દેવામાં આવી આઇએ, 
જેના વિરોધમાં હિંદુ સંગઠનોએ કોર્ટની બહાર ખૂબ પ્રદર્શન કર્યું હતું. 
1959માં નિર્મોહી અખાડાએ દાવો દાખલ કરીને ‘રિસીવર’ પાસેથી પ્રભાવ અપાવનો આગ્રહ કર્યો હતો.
1984
1984માં વિશ્વ હિંદુ પરિષદે વિવાદીત જગ્યા પર રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. 
ઉમેશચંદ્ર પાંડેની એક અરજી પર ફૈઝાબાદ જિલ્લાના જજ કે.એમ.પાંડેએ 1 ફેબ્રુઆરી, 1986ના રોજ વિવાદીત સ્થળનું તાળું ખોલીને પૂજાપાઠ કરવાની અનુમતિ આપી દીધી હતી, 
જેના વિરોધમાં બાબરી મસ્જિદ એકશન કમિટીની રચના થઈ હતી.
  1989
1989 સુધી મામલો બહુચર્ચિત બની ચુક્યો હતો. તે વર્ષે 11 નવેમ્બરે વિશ્વ હિંદુ પરિષદને વિવાદીત સ્થાન પર રામમંદિરનું ખાતમૂહુર્ત કર્યું હતું. આખા દેશમાં રામનામની લહેર દોડી રહી હતી.
 1990
1990માં તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા વાતચીતથી મામલો ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ સફળ ના થતાં તે સમયે આખા દેશભરમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
1992
6 ડિસેમ્બર, 1992ના રોજ હજારો કારસેવકોએ વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરી દીધો હતો. 
તેના કારણે સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. 
જેમાં ઘણાં લોકો માર્યા ગયા હતા.
 1992
આ પ્રકરણની તપાસ માટે 16 ડિસેમ્બર, 1992એ જસ્ટિસ લિબ્રાહનની અધ્યક્ષતામાં લિબ્રાહન પંચની રચના કરવામાં આવી હતી. જેનો કાર્યકાળ કુલ 48 વખત વધારવામાં આવ્યો હતો. આ દેશમાં કોઈ મામલાની તપાસ કરનારું સૌથી લાંબુ અને મોંઘુ પંચ છે.
 1994
1994માં સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે અયોધ્યામાં વિવાદીત ઢાંચાની આસપાસની 70 એકર જમીને ફરીથી અધિગૃહીત કરવામાં આવે અને તેના પર ત્યાં સુધી યથાસ્થિતિ બનાવી રખાય કે 
જ્યાં સુધી કોર્ટ માલિકી હકનો ચુકાદો ન આપે. સર્વોચ્ચ અદાલતનું કહેવું હતું કે માલિકી હકનો ચુકાદો આવતા પહેલા આ જમીનનો અવિવાદીત હિસ્સો પણ કોઈ એક સમુદાયને સોંપવો ‘ધર્મનિરપેક્ષતાની ભાવના’ને અનુકૂળ હશે નહીં.
2009
લિબ્રાહન પંચે તેમનો રિપોર્ટ 30 જૂન, 2009ના રોજ વડાપ્રધાનને સોંપ્યો હતો.
 2010
બાબરીનાં માલિકી હકના કેસની સુનાવણી 25 જુલાઈ, 2010ના રોજ સમાપ્ત થઈ હતી.  
અયોધ્યાના વિવાદીત પરિસરના માલિકી હક પર 24 સપ્ટેમ્બરે અલ્હાબાદની લખનૌ ખંડપીઠે પોતાનો ચુકાદૉ સંભળાવ્યો અને જમીનને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો.
ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટનાં ચુકાદા સામે સુપ્રિમમાં અરજી કરવામાં આવી છે 
અને સુપ્રિમે અત્યારે જમીનનાં વિભાજન પર સ્ટે મુકેલ છે. આખરે આ આગ ક્યારે બુઝાશે? 
તેને લઈને ચિંતન અને પ્રયત્નો ચાલુ છે

Comments

Popular posts from this blog

ना हिंदू बुरा है ना मुसलमान बुरा है जिसका किरदार बुरा है वो इन्सान बुरा है. .

क्या वाल्मीकि जी मेहतर/भंगी थे?

हर चमार महापंडित है सूर्यवंशी हैं