મોદીએ લોંચ કરી BHIM એપ: હવે અંગૂઠો તમારી ઓળખ અને બેંક
મોદીએ લોંચ કરી BHIM એપ: હવે અંગૂઠો તમારી ઓળખ અને બેંક
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવેલા ડિજિધન મેલામાં આજે ડિજિધન વ્યાપાર યોજના અને લકી ગ્રાહક યોજનાના પ્રથમ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ડિજિધન મેલામાં સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકાર ઉજ્જવળ ભારતનો પાયો મજબૂત કરવામાં લાગી છે. આગામી સમયમાં BHIM એપ વિશ્વ માટે સૌથી મોટી અજાયબી હશે.એક જમાનો હતો જ્યારે અગુંઠો લગાવનાર વ્યક્તિ અભણ કહેવાતો હતો પરંતુ હવે અંગૂઠો જ તમારી ઓળખ બની ગઈ છે.
ગરીબો માટેની યોજના
- દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિજિધન મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ડિજિટલ મોડથી પેમેન્ટ કરીને 15,000 લોકો દરરોજ 1000 રૂપિયાના ઈનામો આગામી 100 દિવસો સુધી જીતી શકે છે. આ યોજના ગરીબો માટે છે.
- ક્રિસમસ બાદ 100 દિવસ સુધી અનેક પરિવારોને લકી ડ્રોની મદદથી પુરસ્કાર આપવામાં આવશે.
- 100 દિવસમાં કુલ 340 કરોડ રૂપિયાના ઈનામ આપવામાં આવશે.
- લકી ગ્રાહક યોજના અને ડિજિધન વ્યાપાર યોજના રાષ્ટ્રને ક્રિસમસ ગિફ્ટ છે.
એપના BHIM નામને લઈ કર્યો ખુલાસો
- આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામ પર ડિજિટલ પેમેન્ટ એપનું નામ BHIM રાખવામાં આવ્યું છે.
- તમામ કારોબાર BHIM દ્વારા ચાલે તે દિવસો હવે દૂર નથી.
- 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જયંતી પર મેગા ડ્રો કરવામાં આવશે અને કરોડો રૂપિયાના ઈનામ વહેંચવામાં આવશે.
- એક જમાનો હતો જ્યારે અગુંઠો લગાવનાર વ્યક્તિ અભણ કહેવાતો હતો પરંતુ હવે અંગૂઠો જ તમારી ઓળખ બની ગઈ છે.
- તમારો અંગૂઠો જ તમારી બેંક, કારોબાર અને ઓળખ છે.
- આગામી સમયમાં BHIM એપ વિશ્વ માટે સૌથી મોટી અજાયબી હશે.
ડિજિટલ ઈન્ડિયાના વિરોધી પર કટાક્ષ
- ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કરતાં લોકો પર કટાક્ષ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેટલાંક લોકોના જીવન નિરાશાથી ભરેલા હોય છે. આવા નિરાશાવાદી લોકો માટે કોઈ ઔષધી નથી. આશાવાદી લોકો માટે મારી પાસે પૂરતો અવસર છે.
- પહેલાં લોકો અખબારમાં વાંચતા હતા કે કોલસામાં, 2Gમાં કેટલા ગયા પરંતુ હવે વાંચે છે કેટલા આવ્યા.
ચિદમ્બરમને આપ્યો જવાબ
- યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમે કરેલી ટિપ્પણી, ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદરનો જવાબ આપતા મોદીએ કહ્યું કે મારે તો ઉંદર જ કાઢવા હતા. ઉંદર દેશને ધીમે ધીમે ખોખલો કરી રહ્યા હતા અને તેમને જ બહાર કાઢવા હતા.
મીડિયાનો માન્યો આભાર
- આગામી દિવસોમાં મીડિયા ખૂબ મોટી સેવા કરી શકે છે.
- મીડિયાવાળા 1 જાન્યુઆરી બાદ મોબાઈલધારોકને પૂછશે કે કેશ લઈને ફરી રહ્યા છો કે BHIM એપ છે તમારી પાસે.
- આનાથી જ ક્રાંતિ થાય છે અને આ માટે મીડિયાનો આભાર.
Comments
Post a Comment